દિલ્હી બ્લાસ્ટ પીડિતોના પરિવારોને ₹10 લાખની સહાય
લ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે સાંજે દિલ્હી બ્લાસ્ટથી પ્રભાવિત લોકોને નાણાકીય સહાયની જાહેરાત કરી. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ₹10 લાખ મળશે. જેઓ સંપૂર્ણપણે અપંગ થયા તેમને ₹5 લાખ મળશે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹2 લાખ મળશે.
- દિલ્હી બ્લાસ્ટ પીડિતોના પરિવારોને ₹10 લાખની સહાય
- તમિલનાડુમાં મોટી દુર્ઘટના
- શિલ્પા શેટ્ટી ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરાં ખોલશે
- આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાયું
- પાકિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ
- ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે’ પાકિસ્તાને ઈસ્લામાબાદ બ્લાસ્ટ માટે ભારતને ઠેરવ્યું જવાબદાર
- સુરતમાં કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો
- લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો
- ગૃહ મંત્રાલયે દિલ્હી વિસ્ફોટની તપાસ NIAને સોંપી
- Aadhaar App – હવે આધાર કાર્ડની ફિઝિકલ કોપી રાખવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ!
- કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં… દિલ્હી વિસ્ફોટ પર ભૂટાનથી PM મોદીનો સ્પષ્ટ સંદેશ
તમિલનાડુમાં મોટી દુર્ઘટના
તમિલનાડુના અરિયાલૂર નજીક વરણાવાસી ખાતે ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પરિણામે, સિલિન્ડરમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટો થવાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.
શિલ્પા શેટ્ટી ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ રેસ્ટોરાં ખોલશે
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુંબઈ ખાતે ‘બૅસ્ટિયન એટ ધ ટોપ’ રેસ્ટોરાં દેશની સૌથી લોકપ્રિય સેલેબ્સ રેસ્ટોરાંમાની એક ગણાય છે. પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજીસ (F&B) ગ્રુપ બૅસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં વર્લ્ડ ક્લાસ ડાઈનિંગ અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન ઊભું કરશે.
આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાયું
ગુજરાતમાં ખેતી પાકોના નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાયું.
પાકિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મંગળવાર બપોરે ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે થયેલા ભયાનક વિસ્ફોટે આખા દેશને હચમચાવી દીધો છે.
પોલીસ અને પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ એક આત્મઘાતી હુમલો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા અને અને 27થી વધુ લોકો ઘાયલ થયા છે.
હુમલાખોરનું માથું મળતાં આત્મઘાતી ડુમલાની પુષ્ટિ
→પાકિસ્તાની જિઓ ન્યૂઝના અહેવાલ અનુસાર, વિસ્ફોટ આત્મઘાતી હતો. ડુમલાખોરનું માથું ઘટનાસ્થળ પર મળ્યું, જેના આધારે આ હુમલાની પુષ્ટિ થઈ છે.
અદાલત પરિસર ખાલી કરાવવામાં આવ્યું
→વિસ્ફોટ સમયે કોર્ટ વિસ્તાર ભારે ભીડભર્યો હતો, જેના કારણે અનેક નાગરિકો પણ ઘાયલ થયા.
→ બધા ઘાયલોને તરત જ PIMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
→વકીલો, ન્યાયાધીશો અને નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.
વિસ્ફોટની વિગત
→ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ કોર્ટના પાર્કિંગ એરિયામાં બની.
→અદાલત પરિસર પાસે ઊભેલી અનેક ગાડીઓમાં જોરદાર ધમાકો થયો.
→ધમાકાનો અવાજ પોલીસ લાઈન્સ હેડક્વાર્ટર સુધી સંભળાયો, જેના કારણે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ.
→સુરક્ષા દળો અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ સ્થળ પર પહોંચીને વિસ્તારને સીલ કર્યો.
એક દિવસ પહેલાં જ સેનાએ મોટો ડુમલો નિષ્ફળ બનાવ્યો હતો
→ આ વિસ્ફોટના એક દિવસ પહેલાં જ પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુનખ્વા રાજ્યના વાના શહેરમાં આર્મી કોલેજ પરના આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
→ તે વખતે છ તાલિબાની ને સેનાએ રોકી લીધા હતા, જેમાંથી બે માર્યા ગયા હતા.
‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે’ પાકિસ્તાને ઈસ્લામાબાદ બ્લાસ્ટ માટે ભારતને ઠેરવ્યું જવાબદાર
પાકિસ્તાનના વડાપ્રધાનએ ઈસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટ માટે કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના ભારતને જવાબદાર ગણાવ્યું છે.
સુરતમાં કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો
સુરતની જાણીતી ‘સુરભિ ડેરી’ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.
લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા, 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડરનો આદેશ, મારામારી કેસમાં ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી.
ગૃહ મંત્રાલયે દિલ્હી વિસ્ફોટની તપાસ NIAને સોંપી
ગૃહ મંત્રાલયે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી છે. ઘટનાની ગંભીરતા અને સંભવિત આતંકવાદી જોડાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
Aadhaar App – હવે આધાર કાર્ડની ફિઝિકલ કોપી રાખવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ!
» પોસ્ટ મુજબ, નવી આધાર એપ નવી સુવિધાઓ પ્રદાન કરશે. તે વધુ સુરક્ષા, સરળ એક્સેસ અને સંપૂર્ણપણે પેપરલેસ અનુભવ પ્રદાન કરશે.
» પોસ્ટમાં એન્ડ્રોઈડ અને iOS વપરાશકર્તાઓ માટે નવી આધાર એપ ડાઉનલોડ કરવા માટે એક લિંક પણ પ્રદાન કરવામાં આવી છે. પ્લે સ્ટોર પર નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે.
» નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ઘણી નવી સુવિધાઓ પ્રદાન કરશે અને સુરક્ષામાં સુધારો કરશે. આધાર (@UIDAI) એકાઉન્ટ X પ્લેટફોર્મ પર આ માહિતી પોસ્ટ કરી છે. હવે દરેક જગ્યાએ તમારા આધાર કાર્ડની ફોટોકોપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં.
એપ્લિકેશનમાં શું સુવિધા મળશે?
» આધાર નંબર ધારકો તેમના મોબાઈલથી તેમના બાયોમેટ્રિક્સ લોક કરી શકે છે.
» મોબાઈલ એપ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે બે વિકલ્પો પણ પ્રદાન કરે છે.
પરિવાર માટે પણ ઉપયોગી
» નવા આધાર એપમાં હવે તમે તમારા ફેમિલી મેમ્બરનાં આધાર કાર્ડ નંબર પણ એક જ ડિવાઈસમાં સંગ્રહિત રાખી શકો છો.
» હવે આધાર કાર્ડની ફિઝિકલ કોપી લઈને ફરવાની જરૂર નથી.
» સુરક્ષા માટે તેમાં ફેસ ઑથેન્ટિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
આધાર વિગતો શેર કરવી હવે થઈ વધુ સરળ અને સુરક્ષિત
નવા આધાર એપની મદદથી આધારની વિગતો શેર કરવી હવે ખૂબ જ સરળ બનશે.
» એપમાં “શેર”નો એક વિકલ્પ આપવામાં આવ્યો છે, જેમાં ક્લિક કરતા પછી તમને કેટલાક વિકલ્પો જોવા મળે છે – જેમ કે કમ્પ્લીટ શેર, સિલેક્ટિવ શેર અને ડાઉનલોડ આધાર.
» જ્યારે તમે સિલેક્ટિવ શેર વિકલ્પ પસંદ કરો છો, ત્યારે મોબાઈલ સ્ક્રીન પર કેટલાક નવા વિકલ્પો દેખાય છે. તેમાં તમને બતાવશે કે આધારની કઈ વિગતો તમે શેર કરવા માંગો છો
» જે માહિતી શેર કરવી હોય તેના આગળના બોક્સ પર ચેક કરવું પડે છે.
» ત્યારબાદ કન્ટિન્યુ ક્લિક કરીને કન્ફર્મેશન કર્યા પછી તે ફાઈલને મેસેજિંગ એપ અથવા ઈમેઈલ દ્વારા શેર કરી શકશો.
કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં… દિલ્હી વિસ્ફોટ પર ભૂટાનથી PM મોદીનો સ્પષ્ટ સંદેશ
આજે હું ખૂબ જ દુઃખી હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજું છું. આજે આખો દેશ તેમની સાથે ઉભો છે. હું ગઈકાલે રાત સુધી આ ઘટનાની તપાસ કરી રહેલી બધી એજન્સીઓના સંપર્કમાં હતો. આ ષડયંત્ર ઘડનારાઓને છોડવામાં નહીં આવે, અને જવાબદાર તમામ લોકોને કડક સજા કરવામાં આવશે.