એક, બે, કે દસ નહી પણ 52 સાપો ખેતલા આપા મંદિરથી મળ્યા; વન વિભાગે મહંતની અટકાયત કરી
રાજકોટ જિલ્લામાં આવેલા ખેતલા આપા મંદિરમાંથી એક બે કે દસ નહી પરંતુ 52 જીવતા સાપ મળ્યા. મંદિરના મહંતે સોશિયલ મીડિયામાં વિડિઓ શેર કરતાં વન વિભાગ હરકતમાં આવ્યું. મંદિરમાં આટલા સાપો રાખવા બદલ મંદિરના મહંતની વન વિભાગે અટકાયત કરી.
- એક, બે, કે દસ નહી પણ 52 સાપો ખેતલા આપા મંદિરથી મળ્યા; વન વિભાગે મહંતની અટકાયત કરી
- દાદાના સ્વભાવે દિલ જીત્યા; દીકરીના લગ્નમાં અવરોધвપડે તેથી મુખ્યમંત્રીએ જામનગરના પોતાના કાર્યક્રમનું સ્થળ ફેરવ્યું
- આધાર કાર્ડમાં કરાઈ શકે છે મોટો ફેરફાર: કાર્ડ પર માત્ર ફોટો અને QR કોડ જ રાખવાની UIDAI ની વિચારણા
- ગુજરાતમાં મોટાપાયે પોલીસ ભરતીની તૈયારી; 14 હજાર જગ્યા ભરવા રાજ્ય સરકારે બોર્ડને આપી સૂચના
- કોડીનારના શિક્ષકે જીવન ટૂંકાવ્યું; BLO એ SIR ની કામગીરીના તણાવના કારણે આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
- BLO એ જિંદગી ટૂંકાવતા આપ નેતાએ ભાજપને લીધી આડે હાથ; ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
- દુબઇમાં દિલધડક એર શો દરમ્યાન દુર્ઘટના; ભારતીય વાયુસેનાનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ થતાં એક પાયલટનું મોત દુબઈમાં ભારતીય વાયુસેના દ્વારા એર શો નું આયોજન કરાયું હતું.
- મુખ્યમંત્રી બનશે જામનગરના મહેમાન; 24 નવેમ્બરના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું કરશે લોકાર્પણ
- જાન્યુઆરીમાં યોજાશે ગરવા ગઢ ગીરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા; 30 નવેમ્બર સુધીમાં કરી શકાશે અરજી
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત; ગુજરાત પોલીસમાં 14,507 કર્મીઓની જલ્દ કરાશે ભરતી ગાંધીનગર ખાતે આયોજિત નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં
- 24-11-2025 થી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો થશે પ્રારંભ; ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ખરીદાશે
- અયોધ્યાના આંગણે આવ્યો રૂડો અવસર; રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, આવતીકાલે ધ્વજારોહણ કરાશે
- આખરે મુહુર્ત આવ્યું!; જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
- આખરે જિંદગીની જંગ હાર્યા હિમેન; અભિનેતા ધર્મેન્દ્રજીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દાદાના સ્વભાવે દિલ જીત્યા; દીકરીના લગ્નમાં અવરોધвપડે તેથી મુખ્યમંત્રીએ જામનગરના પોતાના કાર્યક્રમનું સ્થળ ફેરવ્યું
જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન ટાઉનહોલ ખાતે 23 નવેમ્બરે નક્કી હતા. ત્યાંજ 24 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થતા લગ્ન પ્રસંગમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા કારણે અવરોધ ઊભા થવાની શક્યતા હતી. પરિવારે મુખ્યમંત્રી સુધ વિનંતી પહોંચાડી, CM એ સંવેદનશીલતા દાખવીને તરત જ પોતાના કાર્યક્રમનું સ્થળ બદલવા સૂચના આપીને કહ્યું “દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા,” પરિવારની ચિંતા દૂર થઈ અને લગ્ન વિઘ્નરહિત રીતે યોજાયા. પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ માનવતાવાદી અભિગમ પ્રશંસનીય ગણાવી આભાર માન્યો.
આધાર કાર્ડમાં કરાઈ શકે છે મોટો ફેરફાર: કાર્ડ પર માત્ર ફોટો અને QR કોડ જ રાખવાની UIDAI ની વિચારણા
UIDAI દ્વારા આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. લોકોનું નામ, સરનામું સહિતની વ્યક્તિગત માહિતી ગુપ્ત રહે તે માટે નવા આધાર કાર્ડમાં માત્ર ફોટો અને QR કોડ જ દર્શાવાશે. QR કોડ સ્કેન કરતાં વ્યક્તિની માહિતી મળી રેહશે. જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે.
ગુજરાતમાં મોટાપાયે પોલીસ ભરતીની તૈયારી; 14 હજાર જગ્યા ભરવા રાજ્ય સરકારે બોર્ડને આપી સૂચના
રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં કુલ 14,000 પોલીસમેનની ભરતી માટે કાર્યવાહી ત્વરિત શરૂ કરવા પોલીસ ભરતી બોર્ડને સૂચના આપી. કોન્સ્ટેબલ અને PSI ના પેન્ડિંગ પરિણામ હોવા છતાં નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા. જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન લેવાઈ શકે છે શારીરિક પરીક્ષા. જલ્દ થઈ શકે છે સત્તાવાર એલાન.
કોડીનારના શિક્ષકે જીવન ટૂંકાવ્યું; BLO એ SIR ની કામગીરીના તણાવના કારણે આપઘાત કર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
ગીર સોમનાથ જિલ્લાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી. મૃતકે સુસાઇડ નોટ લખી જેમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.
BLO એ જિંદગી ટૂંકાવતા આપ નેતાએ ભાજપને લીધી આડે હાથ; ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા
AAP નેતા ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે SIRની કામગીરીના દબાણથી બે BLOના મોત થયા-ગીર સોમનાથમાં શિક્ષકે આત્મહત્યા કરી અને કપડવંજમાં BLOને હાર્ટ એટેક આવ્યો. ભાજપ સરકાર પર અતિ ઝડપી SIR પૂર્ણ કરાવવા દબાણ કરવાનો આરોપ લગાવતા તેમણે BLOને ખોટું પગલું ન ભરવાની અપીલ કરી અને દબાણ થાય તો AAPનો સંપર્ક કરવા કહ્યું. શિક્ષકોને વધુ કામ સોંપાતા શિક્ષણ પ્રભાવિત થતું હોવાનો પણ આક્ષેપ કર્યો.
દુબઇમાં દિલધડક એર શો દરમ્યાન દુર્ઘટના; ભારતીય વાયુસેનાનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ થતાં એક પાયલટનું મોત દુબઈમાં ભારતીય વાયુસેના દ્વારા એર શો નું આયોજન કરાયું હતું.
દિલધડક કરતબ દરમ્યાન તેજસ એરક્રાફ્ટ અચાનક ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત નિપજ્યું છે. દુર્ઘટનાને પગલે એર શો રોકી દેવામાં આવ્યો.
મુખ્યમંત્રી બનશે જામનગરના મહેમાન; 24 નવેમ્બરના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું કરશે લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 નવેમ્બરના જામનગરના પ્રવાસે. સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું CM લોકાર્પણ કરશે. સાથે 3. 622 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ તથા નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
જાન્યુઆરીમાં યોજાશે ગરવા ગઢ ગીરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા; 30 નવેમ્બર સુધીમાં કરી શકાશે અરજી
ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગરવા ગઢ ગિરનારની આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી – 2026માં યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા 14 થી 35 વર્ષના યુવક-યુવતીએ પોતાના જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને 30 નવેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત; ગુજરાત પોલીસમાં 14,507 કર્મીઓની જલ્દ કરાશે ભરતી ગાંધીનગર ખાતે આયોજિત નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી જાહેરાત કરી. ગુજરાત પોલીસમાં 14,507 જગ્યાઓ પર ભરતી આજ મહિનામાં બહાર પડશે તેવું તેમણે ઉમેદવારોને જણાવ્યું.
You May Also Like
24-11-2025 થી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો થશે પ્રારંભ; ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ખરીદાશે
રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે 24 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદવામા આવશે.
અયોધ્યાના આંગણે આવ્યો રૂડો અવસર; રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, આવતીકાલે ધ્વજારોહણ કરાશે
કરોડો ભાવિકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આવતીકાલે વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને ધર્મગુરુઓની હાજરીમાં મંદિરના મુખ્ય શિખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે.
આખરે મુહુર્ત આવ્યું!; જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
જામનગરમાં 3.226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. 3,750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં 1,200થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. બ્રિજનું લોકાર્પણ થતાં હવે જામનગરમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે.
આખરે જિંદગીની જંગ હાર્યા હિમેન; અભિનેતા ધર્મેન્દ્રજીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રજી જિંદગીની જંગ હાર્યા. લાંબા સમયથી બીમાર ધર્મેન્દ્રજીએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. વિલે પાર્લે સ્મશાનગૃહ ખાતે દીકરી ઈશા દેઓલ, અભિનેતા અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર અને પરિવારજનો પહોંચ્યા.