Vijay Deverakonda Rashmika Mandanna engagement:
અભિનેતા રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાએ ઘણીવાર તેમના સંબંધોને છુપાવી રાખ્યા છે. દંપતીની સગાઈના સમાચાર ઓક્ટોબરમાં સામે આવ્યા હતા, જોકે તે બાબતે બંનેએ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. અંતે, રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાના ઓફ-સ્ક્રીન રોમાંસનો ખુલાસો થયો છે. બોક્સ ઓફિસ પર રશ્મિકાની નવી ફિલ્મ, “ધ ગર્લફ્રેન્ડ” સારો દેખાવ કરી રહી છે, જેના કારણે હૈદરાબાદમાં ફિલ્મની સક્સેસ ઇવેન્ટ યોજાય હતી. જેમાં વિજય દેવેરાકોંડા પણ જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં વિજય દેવેરાકોંડા રશ્મિકા મંદાનાના હાથને પકડીને પાપારાઝી વચ્ચે તેને કિસ કરતા જોવા મળ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે વિજય દેવેરાકોંડાએ રશ્મિકા મંદાના પ્રત્યે જાહેરમાં પ્રેમ અભિવ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ રશ્મિકા બલ્શ કરતી જોવા મળી હતી. જ્યારે ફોટોગ્રાફર્સ અને તેમની આસપાસના ચાહકો ખૂબ જ ખુશ દેખાય છે.
ચાહકો થયા ખુશ
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા પછી ચાહકો ખૂબ જ ખુશ છે. એક યુઝરે લખ્યું, “હાય, મારી વાસ્તવિક જીવનની ગર્લફ્રેન્ડ.” બીજાએ લખ્યું, “અબ્બા, ફાઇનલી.” ત્રીજા યુઝરે લખ્યું, “હાય.” આ વીડિયો જોયા પછી ચાહકો હાર્ટના ઇમોજી શેર કરતા જોવા મળે છે.
You May Also Like
રશ્મિકાએ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ તોડી નાખી
રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા 2018ની ફિલ્મ ગીતા ગોવિંદમમાં દેખાયા હતા. તે જ વર્ષે કન્નડ અભિનેતા રક્ષિત શેટ્ટી સાથેની સગાઈ રશ્મિકા મંદાનાએ તોડી નાખી હતી. ત્યારબાદ રશ્મિકા અને દેવેરાકોંડાએ 2019ની ફિલ્મ ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું. આ પછી તેનું નામ વિજય સાથે જોડાવાનું શરૂ થયું. જોકે, બંનેએ એકબીજાને સારા મિત્રો કહ્યા છે. જોકે, ચાહકો હજુ પણ જાણતા નથી કે તેમનો સંબંધ ક્યારે મિત્રતામાંથી પ્રેમમાં પરિવર્તિત થયો?
https://shorturl.fm/xUxzd
https://shorturl.fm/0r7Qt
https://shorturl.fm/xG6oB
https://shorturl.fm/t0x7e