Fake marksheets Gujarat Scam:
ભરૂચ જિલ્લામાં શિક્ષણની વિશ્વસનીયતાને આંચકો પહોંચાડે તેવો કૌભાંડ સામે આવ્યો છે. અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં SOG પોલીસે નકલી ધો. 10, 12 અને ITIની માર્કશીટ બનાવવાનું રેકેટ પકડ્યું છે. માત્ર ₹15,000 થી ₹17,000 સુધીમાં એક અઠવાડિયામાં આ નકલી માર્કશીટો તૈયાર કરીને ગ્રાહકોને આપવામાં આવતી હતી. સ્થળ પરથી કમ્પ્યુટર, પ્રિન્ટર અને નકલી દસ્તાવેજો મળી કુલ ₹45,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
રોયલ એકેડમીમાંથી ચાલતું હતું નકલી માર્કશીટનું રેકેટ
ભરૂચ SOGને ગુપ્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં વિધાર્થીઓને નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ આપી શિક્ષણનો ભ્રમ પેદા કરવામાં આવે છે. માહિતી મળતાં એ.વી. પાણમિયા પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે દરોડા પાડ્યા. જયેશ કિશનલાલ પ્રજાપતિ (રહે. કોસમડી, અંકલેશ્વર)ને તપાસ દરમિયાન ધો.10, ધો.12 અને ITIની ડુપ્લીકેટ માર્કશીટ સાથે કમ્પ્યુટર ઉપકરણો મળતાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
એક સાથી દિલ્હાનો ઈસમ વોન્ટેડ જાહેર
તપાસમાં ખુલ્યું છે કે દિલ્હીના એક અજાણ્યા સાથીદાર સાથે જયેશ પ્રજાપતિ મળીને આ કૌભાંડ ચલાવતો હતો. બંનેએ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ આપવાની સ્કીમ તૈયાર કરી હતી. નકલી ડુપ્લીકેટ સર્ટિફિકેટ ₹15,000 રોકડ અને ₹7,500 ઓનલાઈન ચુકવણી લઈને તૈયાર કરવામાં આવતું હતું. હાલ દિલ્હીનો આ સાથીદાર પોલીસની નજરથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
You May Also Like
પોલીસે જપ્ત કર્યો મુદ્દામાલ અને શરૂ કરી વધુ તપાસ
SOGની ટીમે દરોડા દરમિયાન એક કમ્પ્યુટર CPEU, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન અને ડુપ્લીકેટ માર્કશીટો સહિતનો ₹45,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રોયલ એકેડમીના નામે ચાલતા આ કલાસીસે છેલ્લા કેટલાક મહિનામાં અનેક લોકોને ખોટી ડિગ્રી અને માર્કશીટ આપી હતી, પોલીને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું. નોકરી અથવા વિદેશમાં એડમિશન મેળવવા માટે કેટલાક લાભાર્થીઓ આ નકલી સર્ટિફિકેટોનો ઉપયોગ કરતા હતા. SOGના અધિકારીઓએ જણાવ્યું કે, ‘આ રેકેટ લાંબા સમયથી કાર્યરત હતો અને અન્ય રાજ્યોમાં પણ તેની કડીઓ હોઈ શકે છે.’ કમ્પ્યુટરમાંથી મળેલ ડેટા અને દસ્તાવેજોના આધારે પોલીસે આરોપીઓના નેટવર્ક સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ કરી છે.
નકલી ડિગ્રીથી સતર્ક રહેવાની અપીલ
સ્થાનિક શૈક્ષણિક વર્તુળમાં આ કૌભાંડ સામે આવ્યા બાદ ચિંતાનો માહોલ જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ જો ઝડપી ડિગ્રી અથવા માર્કશીટ આપવાની ખાતરી આપે, તો તેની માહિતી તરત પોલીસને આપવી જોઈએ, તંત્રએ નાગરિકોને આપી ચેતવણી . SOGના અધિકારીઓએ જણાવ્યું કે શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રમાં આ પ્રકારની છેતરપિંડી ગંભીર ગુનો છે. શિક્ષણ મેળવ્યા વિના માત્ર પૈસાથી ડિગ્રી ખરીદવાની માનસિકતા સમાજ માટે ખતરનાક છે અને આવા રેકેટ સામે કડક પગલાં લેવાશે.
https://shorturl.fm/YcsCp
https://shorturl.fm/ZvkvD
https://shorturl.fm/irHGI
https://shorturl.fm/GeEep