આગામી IPL માં રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ ને બદલે રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમતાં જોવા મળી શકે છે. Jaddu ને ટીમનો કેપ્ટન પણ બનાવી શકાય છે. રાજસ્થાનનાં સંજુ સેમસન અને ચેન્નાઈના રવિન્દ્ર જાડેજાની અદલા બદલીની ખબરોએ જોર પકડયુ છે. જોકે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના રાજસ્થાન રોયલ્સ (RR)માં જવાથી તેમને કેપ્ટનશીપની વધારાની જવાબદારી મળવાની શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે જાડેજાએ તેમના વેપારના ભાગ રૂપે RR મેનેજમેન્ટ પાસેથી કેપ્ટનશીપની વિનંતી કરી છે
RR captain Ravindra Jadeja : IPLની આગામી સિઝનની હરાજી પહેલા સૌથી વધુ ચર્ચામાં રહેલો ટ્રેડ રવીન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી જાડેજાને રાજસ્થાન રોયલ્સ (RR) માં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જ્યારે સંજુ સેમસનને CSKમાં મોકલવાની વાત છે. જો આ ટ્રેડ થાય છે, તો બંને ફ્રેન્ચાઇઝીની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.
યશસ્વીનું કેપ્ટન બનવાનું સપનું તૂટશે
જો જાડેજાને કપ્તાની મળે છે, તો યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીને ફરી રાહ જોવી પડશે. અગાઉ એવી અટકળો હતી કે સંજુ સેમસનના સ્થાને જયસ્વાલ અથવા ધ્રુવ જુરેલમાંથી કોઈ એકને કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે, પરંતુ હવે તેવું થતું જણાતું નથી. જાડેજાના કેપ્ટન બનવાથી યશસ્વી જયસ્વાલનું કેપ્ટન બનવાનું સપનું તૂટવું નિશ્ચિત છે.
You May Also Like
જાડેજાએ રાખી છે શરત
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડશે તો કપ્તાનીનું પદ ખાલી થશે અને એવી અટકળો છે કે ત્યાં રવીન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી શકે છે. એક અહેવાલ મુજબ, રવીન્દ્ર જાડેજા આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ સંભાળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવીન્દ્ર જાડેજાએ રોયલ્સ મેનેજમેન્ટને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે માત્ર ત્યારે જ ટીમમાં જોડાશે જ્યારે તેમને કપ્તાની સોંપવામાં આવશે. જાડેજા હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેમના નેતૃત્વ કૌશલ્યને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી પણ તેમને ટીમની કમાન સોંપવા માટે તૈયાર છે.
RR સાથે છે જુનો નાતો
રિપોર્ટ અનુસાર રવીન્દ્ર જાડેજા પોતે કપ્તાની સંભાળવા માગે છે અને કપ્તાની મળતાં જ તેઓ રાજસ્થાન રોયલ્સમાં જોડાશે. જોકે, આ પહેલીવાર નથી કે તેઓ રોયલ્સ માટે રમશે. જાડેજાએ પોતાની IPL કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સથી જ કરી હતી.
12 લાખથી 18 કરોડ સુધીની સફર
વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સે જાડેજાને માત્ર રૂ.12 લાખની ફી સાથે ટીમમાં સામેલ કર્યા હતા અને આજે તેમની ફી રૂ.18 કરોડ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી IPL સિઝન માટે તેમને આટલી મોટી રકમમાં ખરીદ્યા હતા.