ગાંધીનગર News:
કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી મિશન ‘હાઉસિંગ ફોર ઓલ’ને સાકાર કરવા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) એ માટે મોટી જાહેરાત કરી છે. મનપાએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0’નો કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અમલ શરૂ કર્યો છે, જેનો મુખ્ય હેતુ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગને પાકાં આવાસ પૂરાં પાડવાનો છે.
આવાસ સહાયનો લક્ષ્યાંક 20,000 પરિવારો
1 સપ્ટેમ્બર, 2024થી આ યોજના લાગુ કરવામાં આવી છે. આગામી વર્ષમાં GMCએ 20,000 આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ આવક (MIG) ધરાવતા પરિવારોને લક્ષ્ય બનાવ્યા છે. ગાંધીનગરના આ પરિવારોનું પોતાનું પાકું અને માળખાગત સુવિધાઓવાળું આવાસ મેળવવાનું સ્વપ્ન આ વિવિધ સહાયો દ્વારા સાકાર થશે.
પાયાની સુવિધાઓવાળું આવાસ વ્યાજબી કિંમતે
ગાંધીનગર મનપાએ આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં વસતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના ત્રણ મુખ્ય ઘટકોમાં સૌથી મહત્ત્વનો છે ‘બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન (BLC)’.
૪ લાખની સીધી સહાય ‘BLC’ ઘટક હેઠળ
શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન અથવા કાચું/અધૂરું મકાન ધરાવતા EWS પરિવારો (વાર્ષિક આવક ૩ લાખ સુધી)ને BLC ઘટક હેઠળ સીધી આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. પોતાનું પાકું આવાસ બનાવવા માટે ₹૪ લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી આ લાભાર્થીઓને સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
You May Also Like
પ્રથમ આવાસ માટે 1.80 લાખ સુધીની વ્યાજ સહાય
મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાય આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવશે, જેનાથી આવાસ ખરીદવું આર્થિક રીતે વધુ પોસાય તેમ બનશે. યોજનાનો ત્રીજો અને કેન્દ્રીય ક્ષેત્રીય ઘટક છે ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ (ISS). આ યોજના EWS, LIG અને MIG કેટેગરીના પરિવારોને તેમનું પ્રથમ આવાસ ખરીદવા માટે લીધેલી હોમ લોન પર વ્યાજમાં રાહત પૂરી પાડે છે.
ગુણવત્તાસભર આવાસ માટે GMC પ્રતિબદ્ધ
ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે
આ ત્રણેય યોજનાઓ મારફતે ગુણવત્તાસભર આવાસ સુનિશ્ચિત કરવા અને વ્યાજબી કિંમતે પાકી સુવિધાઓ આપવા તેઓ પ્રતિબદ્ધ છે. આ પહેલ ગાંધીનગર શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ‘ઘરનું ઘર’ મેળવવાના સ્વપ્નને પૂર્ણ કરશે.
લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્ર લાભાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓ મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા સત્તાવાર લિંક દ્વારા પોતાની જાતે પણ સરળતાથી અરજી કરી શકે છે.
https://shorturl.fm/Cj73l
https://shorturl.fm/GTq4f
https://shorturl.fm/5KZ3U
https://shorturl.fm/RlxYd
https://shorturl.fm/eCQkX