નિકાસ પ્રોત્સાહન મિશન માટે રૂ.25,060 કરોડ રૂપિયા મંજૂર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકની વિગતો આપતા કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ માટે 25,060 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) બેઠકની વિગતો આપતા કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ માટે 25,060 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મિશન હેઠળ નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત સ્પર્ધાત્મક બનાવાશે.
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાડી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, બે અલગ અલગ હવામાન પેટર્નનો અનુભવ આગામી બે દિવસ રાજ્યમાં થશે.ત્યારબાદ ધીમે ધીમે ઠંડી (Cold) વધશે. ઉત્તર-પૂર્વના પવનોને કારણે તાપમાનમાં (Temperature) વધઘટ જોવા મળશે. લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હાલમાં, રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમ છે, જેના પરિણામે બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળી રહી છે.
You May Also Like
ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોવિંદાને થાક લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. જ્યારે દરેક વ્યક્તિ ધર્મેન્દ્રના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે પ્રેમ ચોપરા પણ નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા. આ દરમિયાન, સમાચાર આવ્યા કે ગોવિંદાને પણ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ, ગોવિંદાને ભારે થાક અને બેભાન થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે, તેણે ખુલાસો કર્યો કે તે વધુ પડતા જીમ કામને કારણે બેભાન થઈ ગયો હતો, પરંતુ હવે તે ઠીક છે અને તેને રજા આપવામાં આવી છે.
રાજકોટમાં આવતીકાલે ભારત A- દક્ષિણ આફ્રિકા A ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ
ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
ટી-20 શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફીવર રાજકોટમાં શરૂૂ થવા જઈ રહ્યો છે, જ્યાં આવતીકાલે 13 નવેમ્બરથી ઇન્ડિયા-અ અને સાઉથ આફ્રિકા-અ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી શરૂૂ થશે. આ માટે રાજકોટમાં બંને ટીમના ખેલાડીઓનું આગમન થયુ છે. અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરનાર છે.
https://shorturl.fm/w1sj9
https://shorturl.fm/2XJfV
https://shorturl.fm/295UA
https://shorturl.fm/2II93
https://shorturl.fm/t1VWM