બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025:
બે તબક્કામાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરે અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે મતદાન યોજાયું હતું.મતદારોનો ઉત્સાહ આ વખતે બિહારમાં નોંધપાત્ર રહ્યો હતો અને સરેરાશ 67.13 ટકાથી અગાઉના તમામ રેકોર્ડને તોડી નાખતા મતદાન નોંધાયું છે. 14 નવેમ્બરે રાજ્યના રાજકીય ભવિષ્યને નક્કી કરનાર પરિણામો આજે, જાહેર થવાના છે, જેના માટે સમગ્ર બિહારમાં રાજકીય સક્રિયતા અને ઉત્સુકતા ચરમસીમાએ છે.
પોસ્ટલ બેલેટની ગણતરીથી શરૂઆત
સવારથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી હાથ ધરવામાં આવશે, નિયમ મુજબ. ત્યારબાદ EVM મશીનોના મતગણતરી રાઉન્ડ શરૂ થશે. આજે અંતિમ નિર્ણય આવી જશે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે મુખ્ય રાજકીય હરીફાઈની ચર્ચા વચ્ચે આગામી પાંચ વર્ષ માટે બિહારના મુખ્યમંત્રીની કુરસી પર કોણ બેસશે.
નીતિશ કુમારનો નેહરુને સ્મરણ
નીતિશ કુમારે પરિણામ પહેલા જ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું
‘ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિએ આદરપૂર્વક નમન.’
નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે તાજેતરમાં અનેક અનુમાનો અને ચર્ચાઓ સામે આવી હતી, પરંતુ સમગ્ર પ્રચાર અભિયાન દરમિયાન તેઓ સંપૂર્ણ રીતે સક્રિય રહ્યા હતા. તેમના વરસાદમાં ખુલ્લી જીપમાં રોડ શોમાં ભાગ લેતા દ્રશ્યો ખાસ ચર્ચામાં રહ્યા હતા. બીજી તરફ, તેજસ્વી યાદવ સહિતના કેટલાક વિરોધી નેતાઓ તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવતા રહ્યા હતા.
You May Also Like
243 બેઠકો માટે મોટા પાયે મતગણતરી
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટે લગભગ પાંચ કરોડથી વધુ મતોની ગણતરી રાજ્યભરના 4372 કાઉન્ટિંગ ટેબલ પર કરી રહી છે. પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ હતી, જ્યારે EVMના મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે. આ સાથે જ દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામો પણ આજેજ જાહેર થશે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે.
બહુમતી માટે 122 બેઠકો જરૂરી
વિધાનસભામાં બહુમતી મેળવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ઓછામાં ઓછા 122 બેઠકો જીતવી જરૂરી છે. આ વખતેના લગભગ તમામ એક્ઝિટ પોલે NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી આપતા અનુમાન રજૂ કર્યા છે. જોકે મહાગઠબંધનના નેતાઓએ પણ પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પરિણામો તેમની તરફ જવાના છે. તેમણે જણાવ્યું છે કે અમે તો જમીન પર થયેલા ‘એકઝેક્ટ પોલ’ પર વિશ્વાસ રાખીએ છીએ અને જનતાનો નિર્ણય અમારા પક્ષમાં જ હશે એવી આશા છે.
પરિણામની રાહ જોઈ રહ્યા છે
રાજ્યના રાજકીય પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવ વચ્ચે આખા બિહારમાં જનતા, પાર્ટીના કાર્યકરો અને રાજકીય વિશ્લેષકો બધા જ પરિણામની રાહ જોઈ રહ્યા છે. થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે બિહારની જનતા નીતિશ કુમારના અનુભવી નેતૃત્વને ફરી તક આપશે કે તેજસ્વી યાદવની યુવા છબી અને વચનોને પસંદ કરશે. પરિણામો આવતાં જ રાજ્યની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થશે.
https://shorturl.fm/9QZkm
https://shorturl.fm/kJEV1
https://shorturl.fm/G3JDb