Bihar new cabinet 2025:
ગુરુવાર, 20 નવેમ્બરે, એટલે કે આજે ,પટનાના પ્રસિદ્ધ ગાંધી મેદાનમાં વિશાળ સમારોહ યોજાયો છે. જેમાં અનેક કેન્દ્રીય નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા 74 વર્ષીય નીતિશ કુમારને શપથ લેવડાવવામાં આવ્યા. રાજકીય રીતે પણ આ ઐતિહાસિક ક્ષણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બિહારના રાજકારણમાં નીતિશ કુમારે પોતાનું દાયકાઓ જૂનું નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી સહિત 14 મંત્રીઓ લેશે શપથ
બિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળ રચાતી નવી NDA સરકારનું મંત્રીમંડળ લગભગ નક્કી થઈ ગયું છે. આજે મુખ્યમંત્રી સાથે કુલ 25 મંત્રીઓ શપથ લેવાના છે. આ વખતના મંત્રીમંડળમાં સૌથી મોટો હિસ્સો ભાજપને મળ્યો છે, જેમાં 2 નાયબ મુખ્યમંત્રી સહિત 14 મંત્રીઓ સામેલ રહેશે.
કેટલા મંત્રી કયા પક્ષમાંથી?
- BJP: 14 મંત્રીઓ
- JDU: 7 મંત્રીઓ
- LJP: 2 મંત્રીઓ
- HAM: 1 મંત્રી
- RML: 1 મંત્રી
સંભવિત મંત્રીઓની સુધારેલી યાદી
- ભાજપ (BJP) ક્વોટા:
- સમ્રાટ ચૌધરી – નાયબ મુખ્યમંત્રી
- વિજય કુમાર સિન્હા – નાયબ મુખ્યમંત્રી
- મંગલ પાંડે
- ડૉ. દિલીપ જાયસ્વાલ (MLC)
- નિતિન નવીન
- રામકૃપાલ યાદવ
- સંજય સિંહ ‘ટાઈગર’
- અરુણ શંકર પ્રસાદ
- સુરેન્દ્ર મહેતા
- નારાયણ પ્રસાદ
- રમા નિષાદ
- લખેન્દ્ર પાસવાન
- શ્રેયસી સિંહ
- ડૉ. પ્રમોદ કુમાર ચંદ્રવંશી
જેડીયુ (JDU) ક્વોટાના મંત્રી
- વિજય કુમાર ચૌધરી
- શ્રવણ કુમાર
- વિજેન્દ્ર યાદવ
- અશોક ચૌધરી
- લેસી સિંહ
- જમા ખાન
- મદન સહની
સહયોગી પક્ષોમાંથી
- LJP: સંજય કુમાર (પાસવાન) અને સંજય સિંહ
- HAM: સંતોષ કુમાર સુમન
- RML: દીપક પ્રકાશ
પ્રેમ કુમાર બનશે વિધાનસભાના અધ્યક્ષ
આજે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. NDAના સહયોગીઓ વચ્ચે બેઠકો અને વિભાગો વહેંચવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગયાના ધારાસભ્ય પ્રેમ કુમાર આજે વિધાનસભાના અધ્યક્ષ બનશે.
You May Also Like
NDA સહયોગી પક્ષોમાંથી નવા ચહેરાઓ મંત્રીપદે
હિન્દુસ્તાની આવામ મોરચાના ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન મંત્રીપદની શપથ લેશે. તે જ રીતે રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહાની પત્ની સ્નેહલતા કુશવાહ પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવશે. એલજેપીમાંથી પ્રદેશ પ્રમુખ રાજુ તિવારીને મંત્રી બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. NDAમાં નાના સહયોગી પક્ષોને પણ પ્રતિનિધિત્વ મળતું રહે તે માટે આ પસંદગીઓ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
JDUના સંભવિત મંત્રીઓ
નવી નીતિશ કુમાર સરકારમાં જનતા દળના ક્વોટામાંથી કુલ આઠ મંત્રીઓને સ્થાન મળશે. અશોક ચૌધરી, શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, જમા ખાન અને મદન સાહની મુખ્ય નામો છે, જ્યારે મહિલા પ્રતિનિધિત્વ તરીકે લેશી સિંહનું નામ આગળ છે. JDU પક્ષનો દાવો છે કે, અનુભવ અને નવો ઉત્સાહ બંનેનું સંતુલન આ વખતે મંત્રીમંડળમાં જોવા મળશે.
ભાજપ તરફથી મોટા ફેરફારો
આ વખતે બિહારના મંત્રીમંડળમાં ભાજપના ક્વોટામાંથી 14 મંત્રીઓની એન્ટ્રી થશે. તેમાં દિલીપ જયસ્વાલ જેવા અગત્યના રાજકીય ચહેરાનો સમાવેશ થશે. ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આ સ્થાન મેળવ્યું છે, તેથી ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે અને નીતિન નવીનને ફરીથી સ્થાન મળવાની સંભાવના છે. મહિલા મંત્રીઓ તરીકે શ્રેયસી સિંહ અને રમા નિષાદને પણ કેબિનેટમાં સ્થાન મળશે. સાથે જ રામકૃપાલ યાદવ અને સંજય ટાઇગર જેવા નામો પણ સૂચીમાં સામેલ છે.
શપથ સમારોહની તૈયારી
શપથ ગ્રહણનો કાર્યક્રમ સવારે 10:20 વાગ્યે યોજાશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, BJP અધ્યક્ષ J.P. નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. આંધ્રપ્રદેશના CM ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશ તેમજ ઓડિશાના CM મોહન ચરણ માઝી પણ ઉપસ્થિત રહેશે.
પદ વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલુ
શપથ સમારોહ માટે તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ NDAમાં સહયોગી પક્ષો વચ્ચે પદ વહેંચણીને લઈને અંતિમ નિર્ણય અંગે ચર્ચાઓ ચાલુ જ છે. સૂત્રો મુજબ વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના પ્રેમ કુમારનું નામ નિશ્ચિત થઈ ગયું છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ JDUને મળશે. મંત્રીમંડળનો આખરી ખુલાસો શપથ બાદ જાહેર થશે.
https://shorturl.fm/dz1f0
https://shorturl.fm/bQMpN