ખેડૂતો માટે જાહેર કરાયેલા 3. 10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા રાજ્ય સરકારે 7 દિવસ વધારી છે. જે ખેડૂતોએ સહાય માટે અરજી નથી કરી તેઓ હવે 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે.
- ખાખીના ઉમેદવારો માટે ખુશખબર; કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, ૩ ડિસેમ્બરથી ફોર્મ ભરી શકાશે
- “લાલા”ની લીલા; ભારતભરમાં 100 કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની લાલો
- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વનડે મેચની સીરીઝનો આજે પ્રથમ મેચ; કોહલી અને રોહિતની જોડી ઉતરશે મેદાને
- જામનગર જિલ્લાના પશુપાલકોને ઘાસનું વિનામૂલ્યે વિતરણ કરો; ધારાસભ્ય હેમંત ખવાનો CMને પત્ર
- SIR ની કામગીરી 7 દિવસ લંબાવવામાં આવી; હવે 11 ડિસેમ્બર સુધી મતદાર વેરીફીકેશન કરી શકાશે
- પ્રથમ વનડેમાં ભારતનો વિજય; સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું, કોહલીએ ફટકારી શાનદાર સદી
- કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું ગીતાનું જ્ઞાન; ગીતા જયંતિની શુભકામનાઓ
- સોશિયલ મીડિયામાં અફવા વહેતી થતાં જામસાહેબે કરી સ્પષ્ટતા; અશ્વમેઘ યજ્ઞના આયોજનમાં તેઓ જોડાયેલા નથી
- અનેક પડકારોનો સામનો કરીને બન્યા વિશ્વના સૌથી નાના ડૉક્ટર; ભાવનગરના ગણેશ બારૈયાની પ્રેરણાદાય કહાની
- આખરે પોલીસ ભરતીનું કામચલાઉ પરિણામ જાહેર; ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશે રિઝલ્ટ
- ખાખી માટે કરો તૈયારી; ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે ઉમેદવારો આજથી ભરી શકશે ઓનલાઈન ફોર્મ
- જામસાહેબની તબિયત બગડી; યુવરાજ અજયસિંહ જાડેજાએ આપી માહિતી, આગામી 5 દિવસ સુધીની તમામ મુલાકાતો રદ્દ
- બીજા વનડેમાં ટીમ ઇન્ડિયા પરાસ્ત; સાઉથ આફ્રિકાની ટીમે 359 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેળવ્યો વિજય
ખાખીના ઉમેદવારો માટે ખુશખબર; કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, ૩ ડિસેમ્બરથી ફોર્મ ભરી શકાશે
ગુજરાત પોલીસમાં કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી. જેમાં 858 PSI માટે ગ્રેજ્યુએટ લાયકાત અને 12,733 કોન્સ્ટેબલ માટે 12 પાસ લાયકાત રહેશે. ભરતી માટેનું ઓનલાઈન ફોર્મ ઉમેદવારો ૩ ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 સુધીમાં ભરી શકશે.
“લાલા”ની લીલા; ભારતભરમાં 100 કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની લાલો
ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. દેશભરમાં 100 કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે બની છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વનડે મેચની સીરીઝનો આજે પ્રથમ મેચ; કોહલી અને રોહિતની જોડી ઉતરશે મેદાને
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વનડે મેચ સીરીઝનો આજે પ્રથમ મેચ. ટેસ્ટ સિરીઝની હારનો બદલો લેવા ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને. ચાહકોને રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી જોવા મળશે. બીજો વનડે 3 ડિસેમ્બર અને ત્રીજો વનડે 6 ડિસેમ્બરના રોજ રમાશે.
જામનગર જિલ્લાના પશુપાલકોને ઘાસનું વિનામૂલ્યે વિતરણ કરો; ધારાસભ્ય હેમંત ખવાનો CMને પત્ર
માવઠાના કારણે ઘાસ ચારાને ભારે નુકશાન થતાં પશુપાલકો પર મોટું સંકટ આવ્યું છે. એવામાં રાજ્ય સરકારે ભાવનગરમાં વિના મૂલ્યે ઘાસ વિતરણ શરૂ કર્યું છે અને જામનગરનો અનામત જથ્થો પણ ભાવનગરને ફાળવ્યો છે. જામનગર જિલ્લાના પશુપાલકો – ખેડૂતો સાથે થયેલા આ અન્યાય સામે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જામનગર જિલ્લામાં તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે ઘાસ વિતરણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી. જો માંગણી નહીં સ્વીકારાઈ તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી.
SIR ની કામગીરી 7 દિવસ લંબાવવામાં આવી; હવે 11 ડિસેમ્બર સુધી મતદાર વેરીફીકેશન કરી શકાશે
ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવની કામગીરી 7 દિવસ સુધી લંબાવી. હવે 11 ડિસેમ્બર સુધી મતદારોનું વેરીફીકેશન કરી શકાશે. અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
પ્રથમ વનડેમાં ભારતનો વિજય; સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું, કોહલીએ ફટકારી શાનદાર સદી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વનડે મેચની સિરીઝના પ્રથમ ODI માં ભારતનો 17 રનથી વિજય. વિરાટ કોહલીએ આંતરાષ્ટ્રીય કરિયરની 83મી સદી ફટકારી. કુલદીપ યાદવે 4 અને હર્ષિત રાણાએ મહત્વપૂર્ણ ૩ વિકેટ ઝડપી. 350 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકા 332 રન બનાવી શક્યું.
કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું ગીતાનું જ્ઞાન; ગીતા જયંતિની શુભકામનાઓ
મોક્ષ આપનારી મોક્ષદા એકાદશીના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી આ અગિયારસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગીતા ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે. આજથી 5000 વર્ષ પહેલાં અનુષ્ટુપ છંદમાં 18 અધ્યાય અને 700 શ્લોકથી ગીતાનું સર્જન થયું. આશરે 100 થી વધુ ભાષામાં જેનું ભાષાંતર થયું એવા ગ્રંથની જયંતી એટલે ગીતા જયંતીની હાર્દિક શુભકામનાઓ.
સોશિયલ મીડિયામાં અફવા વહેતી થતાં જામસાહેબે કરી સ્પષ્ટતા; અશ્વમેઘ યજ્ઞના આયોજનમાં તેઓ જોડાયેલા નથી
સોશિયલ મીડિયામાં એક જાહેર આમંત્રણ વાયરલ થયું હતું જેમાં લખ્યું હતું કે, “આગામી ફેબ્રુઆરી મહિનામાં રીધમસ ફાઉન્ડેશન દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન થવાની તૈયારી થઈ રહી છે. જેમાં વંશાવલીનું પ્રથમ પૂજન મહારાજા જામસાહેબશ્રીના રાજમહેલમાં કરી ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે.” આ અંગે જામસાહેબે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે “મને રીધમસ ફાઉન્ડેશન અંગે કોઈ જાણકારી નથી અને આ બાબતે મારા દ્વારા કોઈ મંજૂરી દેવામાં આવી નથી. આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે હું કોઈ પણ પ્રકારે જોડાયેલ નથી.”
અનેક પડકારોનો સામનો કરીને બન્યા વિશ્વના સૌથી નાના ડૉક્ટર; ભાવનગરના ગણેશ બારૈયાની પ્રેરણાદાય કહાની
ભાવનગરના ૩ ફૂટ ઊંચાઈ ધરાવતા ડૉ. ગણેશ બારૈયાને તાજેતરમાં સરકાર દ્વારા મેડિકલ ઓફિસર (Class-2) તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ગણેશનો MBBS સુધીનો માર્ગ સરળ નહોતો. 2018માં ઊંચાઈ અને વિકલાંગતાને કારણે તેમનું એડમિશન અટકાવવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે તેમણે સતત લડત આપી અને અંતે સુપ્રીમ કોર્ટએ તેમના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. બાદમાં તેમને MBBSમાં પ્રવેશ મળ્યો અને અભ્યાસ પૂર્ણ કરીને હવે સરકારી સેવા શરૂ કરી છે. ડૉ. ગણેશ બારૈયા આજે અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
આખરે પોલીસ ભરતીનું કામચલાઉ પરિણામ જાહેર; ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશે રિઝલ્ટ
બીન હથિયારી, હથિયારી અને જેલ સિપાઈનું કામચલાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યું. ઉમેદવારો પોલીસ ભરતીનું પ્રોવિઝનલ परिणाम लरती जोर्डनी https://gprb.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને જોઈ શકશે.
ખાખી માટે કરો તૈયારી; ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે ઉમેદવારો આજથી ભરી શકશે ઓનલાઈન ફોર્મ
ગુજરાત પોલીસમાં 858 PSI અને 12,733 કોન્સ્ટેબલ એમ કુલ 13,591 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે માટેના ઓનલાઈન ફોર્મ ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી આજે બપોર 2 વાગ્યાથી 23 ડિસેમ્બર સુધીમાં ભરી શકશે. PSI માટે ગ્રેજ્યુએટ અને કોન્સ્ટેબલ માટે ધો.12 પાસ લાયકાત રેહશે.
જામસાહેબની તબિયત બગડી; યુવરાજ અજયસિંહ જાડેજાએ આપી માહિતી, આગામી 5 દિવસ સુધીની તમામ મુલાકાતો રદ્દ
જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત બગડી. યુવરાજ અજયસિંહ જાડેજાએ પત્ર દ્વારા આપી માહિતી. જામસાહેબ સાથે આગામી 5 દિવસ સુધીની નિર્ધારિત તમામ મુલાકાતો રદ્દ. 5 દિવસ પછી જામસાહેબ સાથે માત્ર મંગળવારથી શુક્રવાર દરમિયાન સવારે 10થી 12 વાગ્યા અને સાંજે 4થી 5 વાગ્યા સુધી જ મુલાકાત કરી શકાશે.
બીજા વનડેમાં ટીમ ઇન્ડિયા પરાસ્ત; સાઉથ આફ્રિકાની ટીમે 359 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેળવ્યો વિજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ODI માં સાઉથ આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું. 359 રનનો વિશાળ લક્ષ્ય સાઉથ આફ્રિકાએ સરળતાથી હાંસલ કર્યો. 3 ODI મેચોની સિરીઝમાં 1-1 થી બંને ટીમ બરાબર. 6 ડિસેમ્બરના રમાશે છેલ્લો વનડે મેચ.
https://shorturl.fm/AL3mB
https://shorturl.fm/Gv7ug
https://shorturl.fm/a37Kj
https://shorturl.fm/jReKd