પ્રખ્યાત બોલિવૂડ સિંગર પલક મુછલએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તેનું નામ 3,800થી વધુ વંચિત બાળકોને હાર્ટ સર્જરી કરાવવા માટે ફંડ એકત્ર કરવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે.
Palak Muchhal લોકોના દિલો પર રાજ કરે છે. તેણે આ સ્થાન માત્ર ગાયકીના આધારે જ નહીં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને મેળવ્યું છે.
3800 બાળકોની કરાવી હાર્ટ સર્જરી
પલક મછલે માનવતાની મિસાલ કાયમ કરી છે. તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું છે. 3800 બાળકોની હાર્ટ સર્જરી તેણે અત્યાર સુધીમાં કરાવી છે. પોતાના મનમોહક અવાજ અને આત્મીય સંગીત માટે પલક જાણીતી છે. હવે બે મોટી રેકોર્ડ બુકમાં માનવતા મહેકાવતી પલકનું નામ સામેલ કરાવવામાં આવ્યું છે.
પલક પલાશ ફાઉન્ડેશન દ્વારા વંચિત બાળકોની મદદ
પલકનો જન્મ ઈન્દોરમાં થયો હતો. તે પલક પલાશ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને અન્ય દેશમાં જરૂરિયાતમંદ બાળકોની મદદ કરે છે. પલકે 3800 બાળકોની હાર્ટ સર્જરી માટે પૈસા એકઠા કર્યા છે. ઘણી નાની ઉંમરથી જ પલક જરૂરિયાતમંદ બાળકોને મદદ કરતી થઈ હતી. નાનપણમાં તે એક ટ્રેન મુસાફરી કરતા સમયે એક ગરીબ બાળકને મળી હતી. ત્યારથી તેનું જીવન બદલાઈ ગયું હતું. તેણે તે ક્ષણથી જ પોતાની જાતને વચન આપ્યું કે, તે એક દિવસ દરેક વ્યક્તિઓની મદદ કરશે. પોતાની કમાણીનો મોટો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ માટે હાલ તે ખર્ચે છે.
You May Also Like
Singer Palak Muchhal: તેના સિંગિગ અને સમાજ સેવા માટે સિંગર પલક મુછલ જાણીતી છે. ઇન્દોરમાં જન્મેલી અને તેના સુમધુર અવાજ અને મધુર સંગીત માટે પ્રખ્યાત, પલક મુછલે હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. જોકે તેણે આ ગૌરવ તેના ગાયન માટે નહીં, પરંતુ તેની સામાજિક સેવા માટે પ્રાપ્ત કર્યું છે.
કારગિલમાં શહીદ થયેલા પરિવારોની કરી મદદ
પલક મછલ ઘણા વર્ષોથી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારોની પણ મદદ કરી રહી છે. તેણે ગુજરાતમાં આવેલા ભૂકંપના પીડિતો માટે 10 લાખ રૂપિયા રાહત ફંડમાં દાન કર્યા હતા. પલકે મેરી આશિકી, કોન તુજે, સનમ તેરી કસમ, ઈક મુલાકા, દેખા હજારો દફા અને પ્રેમ રતન ધન પાયો જેવા સુપરહીટ ગીત ગાયા છે. તેમના પિતા મિથુન શર્મા કંપોઝર છે. જે આ સફરમાં પલક સાથે કદમ મીલાવે છે. તેમણે કહ્યું કે, ભલે શો ન થાય, કમાણી ન થાય પણ બાળકોની સર્જરી ક્યારેય અટકશે નહીં.
ભૂકંપ પીડિતોની રાહત માટે 10 લાખનું દાન
પલકે વર્ષોથી કારગિલ શહીદોના પરિવારોને મદદ કરી છે અને ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. સમાજ પ્રત્યેના આ કાર્ય દર્શાવે છે કે પલકને સમાજના કલ્યાણ પ્રત્યે સાચી સહાનુભૂતિ છે.
પલક મુછલનો જન્મ 30 માર્ચ, 1992ના રોજ થયો હતો. તે એક ભારતીય પ્લેબેક સિંગર અને ગીતકાર છે. તે તેના નાના ભાઈ પલાશ મુછલ સાથે મળીને ગરીબ બાળકો માટે ભંડોળ એકત્ર કરવા માટે દેશ-વિદેશમાં સ્ટેજ શો કરે છે. તેઓ ગરીબ બાળદર્દીઓને હૃદયરોગની તબીબી સારવાર માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.
https://shorturl.fm/p1upW