મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 058 માં બોમ્બની ધમકી મળતા આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાં 180થી વધુ મુસાફરો અને 6 ક્રૂ સવાર હતા. પાયલોટે ATC સાથે સંપર્ક કરીને પ્લેનને તરત જ અમદાવાદ ડાયવર્ટ કર્યું. તમામ મુસાફરો સુરક્ષિત છે અને એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
- પાક નુકસાનીની સહાય માટે અરજી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ; રાજ્યના 3.39 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ
- દિલધડક કરતબોથી ગુંજી ઊઠશે રંગીલા રાજકોટનું આકાશ; 6-7 ડિસેમ્બરના સૂર્યકિરણ એર શો યોજાશે
- રાજ્યમાં ઇન્ડિગો એરલાઈનની 106 જેટલી ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરો રઝળી પડ્યાં; અમદાવાદમાં મુસાફરો રોષે ભરાયા
- ગંગા નદીને ધરતી પર ઉતારનાર સગર સમાજના સંત શિરોમણી ભગીરથદાદાની પ્રતિમાનું મોટી ગોપ ગામે કરાયું અનાવરણ
- આવતીકાલે મહા આદ્રા નક્ષત્ર; ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપે થયા હતા પ્રગટ, 100 મહાશિવરાત્રિની પૂજાનું મળે છે ફળ
- PMJAY યોજના હેઠળ જરૂર ન હોવા છતાં કાર્ડિયાક કેસ કરનાર જામનગરની ઓસ્વાલ આયુષ હોસ્પિટલને 3.1.26 કરોડનો દંડ
પાક નુકસાનીની સહાય માટે અરજી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ; રાજ્યના 3.39 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ
માવઠાના કારણે થયેલ નુકશાનીની સહાય માટેની અરજી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ. રાજ્ય સરકારે આપેલી અપડેટ મુજબ અત્યારસુધીમાં કુલ 29.80 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે જેમાંથી 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને રૂ.1098 કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી છે.
દિલધડક કરતબોથી ગુંજી ઊઠશે રંગીલા રાજકોટનું આકાશ; 6-7 ડિસેમ્બરના સૂર્યકિરણ એર શો યોજાશે
ઇન્ડિયન એરફોર્સ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં 6 અને 7 ડિસેમ્બરના રોજ સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું છે. રંગીલા રાજકોટના આકાશમાં સૂર્યકિરણની ટીમ દિલધડક કરતબોથી શહેરીજનોને અચંબિત કરશે.
રાજ્યમાં ઇન્ડિગો એરલાઈનની 106 જેટલી ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરો રઝળી પડ્યાં; અમદાવાદમાં મુસાફરો રોષે ભરાયા
દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો એરલાઈનની 106 જેટલી ફ્લાઇટ રાજ્યમાં રદ્દ. પાઇલટ અને ક્રૂ મેમ્બરની અછતના કારણે ત્રીજા દિવસે પણ સ્થિતિ ગંભીર બની. રોષે ભરાયેલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો મુર્દાબાદ, ઇન્ડિગો ચોર હે જેવા નારા લગાવ્યા.
You May Also Like
ગંગા નદીને ધરતી પર ઉતારનાર સગર સમાજના સંત શિરોમણી ભગીરથદાદાની પ્રતિમાનું મોટી ગોપ ગામે કરાયું અનાવરણ
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે સગર સમાજના સંત શિરોમણી ભગીરથદાદાની પ્રતિમાનું ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું. સગર કુળનો ઈતિહાસ ઉજાગર કરીને જેમણે ગંગા નદીને ધરતી પર ઉતારી સગર પુત્રોને જીવિત કર્યા એવા ભગીરથદાદાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે હજારો લોકો ઉપસ્થિત રહ્યા. સાંજે મહાપ્રસાદી, લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું.
આવતીકાલે મહા આદ્રા નક્ષત્ર; ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપે થયા હતા પ્રગટ, 100 મહાશિવરાત્રિની પૂજાનું મળે છે ફળ
આવતીકાલે માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર. માન્યતા મુજબ આ દિવસે બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને બ્રહ્મા-વિષ્ણુએ પ્રથમ પૂજા કરી હતી. તેથી આ દિવસે 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવા તથા શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજા જેટલું ફળ મળે છે.
PMJAY યોજના હેઠળ જરૂર ન હોવા છતાં કાર્ડિયાક કેસ કરનાર જામનગરની ઓસ્વાલ આયુષ હોસ્પિટલને 3.1.26 કરોડનો દંડ
રાજ્ય સરકાર દ્વારા જામનગરની ઓસ્વાલ આયુષ હોસ્પિટલમાં તપાસ દરમ્યાન PMJAY યોજના હેઠળ ગેરરીતિ સામે આવી. હોસ્પિટલે જરૂર ન હોવા છતાં બે માસમાં 35 જેટલા કાર્ડિયાક કેસ કરીને રૂ.42,25,982/- પડાવી પાડયા. રાજ્ય સરકારે ઓસ્વાલ આયુષ હોસ્પિટલ અને ડો. શ્રીપદ ભિવાકરને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરીને 3.1,26,77,946 નો દંડ ફટકારવામા આવ્યો .