મોઢે બોલુ ‘માં’, મને સાચેંય નાનપણ સાંભરે, ત્યારે મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !; આજે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ બાપુની 123મી જન્મ જયંતી
લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનો જન્મ 25 નવેમ્બર 1903ના રોજ ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ સોડવદરી ગામે મોસાળમાં થયો હતો. રાજુલા પંથકનું મજાદર ગામ એ તેઓની કર્મભૂમિ છે. કવિ કાગે પોતાના કંઠ, કહેણી અને કવિતાઓના સુમેળ સાધીને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જેવા વિષયો પર અણમોલ સાહિત્યની રચના કરી છે. તેમની કેટલીય રચનાઓ અમર છે જે આજે પણ લોકોના કંઠે ગુંજે છે. સાહિત્ય જગતમાં આગવુ યોગદાન આપનાર કાગ બાપુને જન્મ જયંતી પર સત સત વંદન.
- મોઢે બોલુ ‘માં’, મને સાચેંય નાનપણ સાંભરે, ત્યારે મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !; આજે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ બાપુની 123મી જન્મ જયંતી
- અયોધ્યાના રામ મંદિરના શિખર પર લહેરાયો ‘સનાતન’નો વિજયધ્વજ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું
- રાત્રિ સમયે રોશનીથી ઝળહળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ; ફોટો સેશન માટે ભીડ ઉમટી
- ICC મેન્સ T20 વર્લ્ડ કપનું શેડયુલ જાહેર; ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીના રોજ ટકરાશે ભારત અને પાકિસ્તાન
- 26/11ની મુંબઈ આતંકી દુર્ઘટનાના આજે 17 વર્ષ પૂર્ણ; 166 નિર્દોષ લોકોએ ગુમાવ્યો હતો જીવ
- આવે ભલે “ગોવાળ” જગત તણી આફત અણધારી, તોઈ સામી બાથ ભીડીને, જીવે ઈ મોજીલો માલધારી
- આજે બંધારણ દિવસ; વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું, 26 નવેમ્બર 1949 ના રોજ થયું હતું સ્વીકૃત
- ભારતને તેના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી હાર મળી; સાઉથ આફ્રિકાએ 408 રનથી હરાવીને 2-0 થી સીરીઝ જીતી
- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું; વર્ષ પહેલા દુષ્કર્મનો લાગ્યો હતો આરોપ
- અમદાવાદના આંગણે વર્ષ 2030 માં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ; સત્તાવાર જાહેરાત કરાઇ
- ચીલો શક્તિ વડ તણો, ચારણ ચૂકી જાત; જો જન્મી ના હોત જગતમાં, મઢડાવાળી માતા, આજે આઇમાની 51મી પુણ્યતિથિ
- રંગીલા રાજકોટમાં બનશે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ; 38 માળની બિલ્ડિંગ સ્કાયલાઈન બિલ્ડિંગને મળી મંજૂરી
- અંબાલાલ કાકા ફરી આગાહી લાવ્યા; ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા
અયોધ્યાના રામ મંદિરના શિખર પર લહેરાયો ‘સનાતન’નો વિજયધ્વજ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર વિધિવત ધ્વજારોહણ કર્યું. મંદિર પર 10 ફૂટ ઊંચી અને 20 ફૂટ લંબાઈ ધરાવતી ત્રિકોણાકાર કેસરી ધ્વજા ફરકાવવામાં આવી. ધ્વજ પર ‘ૐ’, ‘સૂર્ય’ અને ‘કોવિદાર વૃક્ષ’ જેવા પવિત્ર પ્રતીકો અંકિત કરાયા છે.
રાત્રિ સમયે રોશનીથી ઝળહળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ; ફોટો સેશન માટે ભીડ ઉમટી
જામનગરમાં 3.226 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ બ્રિજ પરનો નજારો માણવા દિવસે અને રાત્રે શહેરીજનોની ભીડ જામી હતી. રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી આ બ્રિજ ઝળહળી ઊઠતાં મનોરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
ICC મેન્સ T20 વર્લ્ડ કપનું શેડયુલ જાહેર; ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીના રોજ ટકરાશે ભારત અને પાકિસ્તાન
ICC મેન્સ T20 વર્લ્ડ કપનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું. ભારત, પાકિસ્તાન, નેધરલેન્ડ, અમેરિકા અને નામ્બિયા એક ગ્રુપમાં. 7 ફેબ્રુઆરીના અમેરિકા, 12 ફેબ્રુઆરીના નામ્બિયા, 15 ફેબ્રુઆરીના પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીના રોજ નેધરલેન્ડ સામે ટકરાશે ભારત.
26/11ની મુંબઈ આતંકી દુર્ઘટનાના આજે 17 વર્ષ પૂર્ણ; 166 નિર્દોષ લોકોએ ગુમાવ્યો હતો જીવ
26 નવેમ્બર 2008 ના મુંબઈમાં થયેલા આતંકી હુમલાને આજે 17 વર્ષ વીતી ગયા છતાં ૫ણ આ ઘટનાને ભૂલી શકાય એમ નથી. આ આતંકી હુમલામાં આપણા દેશના વીર જવાનો સહિત 166 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આપણા દેશના બહાદુર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આતંકવાદીના મોટા ઈરાદાને નાકામ કરી દીધા હતા. હુમલામાં મોતને ભેટનાર નાગરિકો અને શહીદ વીર જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલિ
આવે ભલે “ગોવાળ” જગત તણી આફત અણધારી, તોઈ સામી બાથ ભીડીને, જીવે ઈ મોજીલો માલધારી
આજે વિશ્વ માલધારી અને રાષ્ટ્રીય દૂધ દિવસ. રાજ્યમાં 40 લાખથી વધુ માલધારી પરિવાર દુધાળા પશુઓ પર નિર્ભર છે. દૂધ વેચી તેઓ ન માત્ર પોતાનુ ગુજરાન ચલાવે છે પરંતુ આખા ગુજરાતને દૂધડા પાઈ પોષણ પુરુ પાડે છે. શિયાળો, ઉનાળો ચોમાસું હોય કે વાર તહેવાર, પશુપાલકોને પશુઓના ટાણા તો સાચવવા જ પડે. સૌ માલધારી બંધુઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજે બંધારણ દિવસ; વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું, 26 નવેમ્બર 1949 ના રોજ થયું હતું સ્વીકૃત
ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે. આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકૃત થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ ભારતનું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. બાબા સાહેબ આંબેડકરનું હતું તેથી તેમને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે.
You May Also Like
ભારતને તેના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી હાર મળી; સાઉથ આફ્રિકાએ 408 રનથી હરાવીને 2-0 થી સીરીઝ જીતી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતની કારમી હાર. સાઉથ આફ્રિકાએ ભારતને તેના જ ઘર આંગણે 2-0 થી પરાજય આપ્યો. ઘર આંગણે જ વધુ એક સિરીઝ હારતા ભારતના કોચ ગૌતમ ગંભીર, BCCI ના સિલેક્ટર્સ અને અમુક પ્લેયર્સ વિરુદ્ધ મોટા સવાલો ઉઠ્યા.
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું; વર્ષ પહેલા દુષ્કર્મનો લાગ્યો હતો આરોપ
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના સાળાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. જીત પાબારીએ આપઘાત કરતાં પરિવાર પર દુઃખોનું પહાડ તૂટી પડયું. વર્ષ પહેલા તેના પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો.
અમદાવાદના આંગણે વર્ષ 2030 માં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ; સત્તાવાર જાહેરાત કરાઇ
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ. અમદાવાદના આંગણે વર્ષ… 2030 માં મિની ઓલમ્પિક ગણાતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ ગેમ્સની સામાન્ય સભામાં અમદાવાદની યજમાનીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.
ચીલો શક્તિ વડ તણો, ચારણ ચૂકી જાત; જો જન્મી ના હોત જગતમાં, મઢડાવાળી માતા, આજે આઇમાની 51મી પુણ્યતિથિ
તા. 27 નવેમ્બર 1974ના રોજ, અંધશ્રદ્ધાને દૂર રાખવાનો સંદેશ આપનારી, દીકરા-દીકરીને સમાન અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રેરણા જગાવનારી, પુરુષાર્થ અને સત્યકર્મના પાઠ ભણાવનારી ભગવતી મઢડાવાળી માઁ સોનલે પોતાનો દેહ ત્યજ્યો હતો. આજે તેમને સંસાર છોડયાને 51 વર્ષ પૂર્ણ થયા છે. ભલે માતાજી આ સૃષ્ટિમાં આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ઉન્નત વિચારો, ઉપદેશો અને માનવ કલ્યાણના સંદેશો આજે પણ લોકોના હૃદયમાં અમીટ રીતે વસી રહ્યા છે. અંધકારમય યુગમાંથી ઉજાસ, સદ્દબુદ્ધિના માર્ગ તરફ સમાજને વાળનાર મઢડાવાળી માઁ સોનલના પાવન ચરણોમાં ભાવભર્યા વંદન.
રંગીલા રાજકોટમાં બનશે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ; 38 માળની બિલ્ડિંગ સ્કાયલાઈન બિલ્ડિંગને મળી મંજૂરી
રાજકોટ મહાનગરપાલિકાએ સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગના નિર્માણ કાર્ય માટે મંજૂરી આપી. 145 મીટર ઊંચી સ્કાયલાઇન બિલ્ડિંગમાં 136 જેટલા આલિશાન મકાનો અને 12 જેટલી પ્રીમિયમ દુકાનો હશે. તેમજ ઇન્ડોર ક્રિકેટ પીચ, ગેમઝોન સહિતની અત્યાધુનિક સુવિધાઓ હશે.
અંબાલાલ કાકા ફરી આગાહી લાવ્યા; ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, પરંતુ તેની અસર ગુજરાતમાં ઓછી રહેશે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર-મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે.
https://shorturl.fm/OEPZS
https://shorturl.fm/SwORC
https://shorturl.fm/zK8Ze
https://shorturl.fm/E69My
https://shorturl.fm/Sup5T
https://shorturl.fm/YNVkx
Я извлекаю выгоду из просматриваю ваши веб-сайты.
Большое спасибо! Посетите также мою
страничку Виртуальные карты для онлайн-платежей https://t.me/platipomiru_bot?startapp=9D8B0HA8
https://shorturl.fm/lvJBv
https://shorturl.fm/PHtlr
https://shorturl.fm/xG6oB
https://shorturl.fm/KCLFf
https://shorturl.fm/446on
https://shorturl.fm/bn1kg
https://shorturl.fm/IXa8a