PM મોદી ભૂતાનથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાન પ્રવાસ દરમિયાન દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પીડિત પરિવાર પ્રત્યે ઊંડું શોક વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર આરોપીઓને કડક સજા કરશે.
આ કાવતરું રચે તેવા લોકોને છોડવામાં નહીં આવે. મોદીએ દિલ્હીની ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ ‘ભારે મનથી’ ભૂટાન આવ્યા છે. તેમણે કહ્યું,
ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આખો દેશ આજે તેમના પડખે ઊભો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે રાત્રે તેઓ તપાસ એજન્સીઓ અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા, તમામ કડીઓ જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને ‘આ કાવતરું રચે તેવા લોકોને છોડવામાં નહીં આવે.’
આખો દેશ શોકમાં સહભાગી
જે પરિવારોને આ દુર્ઘટનામાં પોતાનો કોઈ સગો ગુમાવવો પડ્યો છે, તેમના શોકમાં આખો દેશ સહભાગી છે. – વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું
તેમણે ઘાયલ વ્યક્તિઓને જલદી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. PM મોદીએ સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને દોષિતો સુધી પહોંચે અને ‘કડકમાં કડક કાર્યવાહી’ સુનિશ્ચિત કરે.
ત્સેરિંગ ટોબગે ભૂટાનના વડાપ્રધાન
આ સાથે તેમણે કહ્યું કે આજનો દિવસ ભૂટાન અને તેના રાજપરિવાર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત અને ભૂટાન વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને આત્મીય સંબંધ છે. આ અવસરે હાજર રહેવું તેમની પ્રતિબદ્ધતા હોવાનું પણ મોદીએ જણાવ્યું. ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા વિષયો પર પ્રવાસ દરમિયાન PM મોદી ભૂટાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે ચર્ચા કરશે. 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન બંને નેતાઓ મળીને કરશે, જે ભારત-ભૂતાન ઊર્જા સહયોગની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાશે.
પૂજા અને દર્શન પણ કરશે
ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોના દર્શન અને પૂજા પણ મોદી થિમ્ફુના તાશીછોજોગ મઠમાં જઈને કરશે. તે પછી તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના પ્રોત્સાહન માટે સમર્પિત છે.
https://shorturl.fm/da5zM
https://shorturl.fm/Phh7x